વીતી ગયું જે ,એ હવે ભુલાય ગયું છે
વર્તમાન હવે મારાથી સ્વીકારાય ગયું છે
હતી ઘણી યાદો ,લાગતી જે સાવ કડવી
એ બધું હવે દવા સમજીને પીવાય ગયું છે
વાગ્યા સમયના ઘા, ઠોકર પણ ઉંડી
દુઃખ સઘળું , અનુભવની જેમ સમજાય ગયું છે.
દિવસો વીત્યા , ફરિયાદ કરવામાં
પણ જીવન હવે ગમી ગયું છે
ધબકતું રહ્યું દિલ, ક્ષણે ક્ષણ
તું ખૂબ વ્હાલી છે જિંદગી , એ હવે દિલથી સ્વીકારાય ગયું છે
FROM
SHILU PARMAR