હવે કઈ ક્ષણ લખું ?
શું બાકી છે જે હજી નથી આલેખ્યું !
આવુંય થાય કે
તને લખવા બેસું ને કશું ન સૂઝે
મેં ક્યાં જોયો છે તને અપલક
તે આભનો તાકતો ચંદ્ર લખું !
મેં ક્યાં તારા પગલાંની છાપ અનુસરી છે
તે સાગર, લહેર ને રેત લખું !
મેં ક્યાં તારી હથેળીઓ ઝાલી છે બે ક્ષણથી વધુ
તે સ્પંદનોનાં સમુદ્રો લખું !
મેં ક્યાં અનુભવ્યો છે તારા ચુંબનોનો વરસાદ
તે આસો માસની રાતો લખું !
એ ઘડીઓ જે ફરી ફરી જીવાતી રહે છે રોજ
એને જ ફરી ફરી કેમ લખું ?
પણ, એ ન લખું તો શું લખું !
એ ન લખું તો શું લખું...