પ્રેમ અને નફરતનું પણ સુખ-દુખ જેવું છે,
છે તે એકમેકના પૂરક,
જ્યાં સુખ ખતમ થાય ત્યાં દુઃખની થાય શરૂઆત,
અને જ્યાં ખતમ થાય દુઃખ ત્યાં શરૂઆત થાય સુખની,
એમ જ છે પૂરક પ્રેમ અને નફરત પણ,
જ્યાં પ્રેમ નથી ત્યાં થોડે ઘણે અંશે હશે નફરત,
અને જ્યાં નથી નફરત ત્યાં તો છે પ્રેમ!
-Maitri Barbhaiya