હે માઁ સરસ્વતી
તારા ચરણોની રજમાં રાત, તારા ભવસાગર સમા ભાલમાં ભોર જોયા છે
રાજા, પ્રજા, રંક, રાજગોર, સહુને તારી ભક્તિમાં ભાવવિભોર જોયા છે
અધર્મ, અહંકાર, અન્યાય, આ જગતના લોકોએ ચારેય કોર જોયા છે
સદાય શ્રધ્ધાપૂર્વક તારું ધ્યાન ધરે જે, તેના મસ્તક પર શિરમોર જોયા છે
-Parthesh Nanavaty