હે સરસ્વતી માઁ,
તારા ચરણોની ચમકતી રજમાં અમે સંસારને રહેતા જોયા છે
તારી આંખોના અખંડ ઉજાસમાં અમે અમૃત વહેતા જોયા છે
તારા ભવસાગર સમા ભાલ પર અમે ભાગ્યના ભોર જોયા છે
તારા સાહિત્ય સંગીત કલાના પ્રભાવ અમે ચારે કોર જોયા છે
આજ રોજ વસંત પંચમીના પાવન પર્વ પર માઁ તને વારંવાર પ્રણામ 🙏🏻🙏🏻🙏🏻
- પાર્થેશ નાણાવટી