*વસંત_પંચમીઃ*
ધર્મ-અર્થ-કામનો ત્રિવેણી સંગમ પર્વવિશેષ...
વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગમાં પંચમ. આમ વસંત પંચમી વર્ષનો શ્રેષ્ઠ અને પૂર્ણ દિવસ છે.