જાગ્યો છું ઘોર નીંદર થી હવે કે ,પછી છું ઉધાડી આંખે સ્વપ્નમાં કંઈ સમજાતું નથી..
તારી આ માયાજાળ છે એવી મોહીની કેવી કંઈ સમજાતું નથી, કરૂં નીકળવાના જેટલા પ્રયાસ બહાર નીકળાતું નથી, લીધો છે જન્મ દયા કરૂણા પ્રેમ ક્ષમા દાખવવા...પણ જયા દેખું ક્રોધ હીસા સ્વાર્થ અભીમાન ઈર્ષ્યા વહેમ અંધ શ્રધ્ધા ,બનાવટી આ જગત અને બનાવટ કરતા આ લોકો વચ્ચે ધીરજ ધરાતું નથી', કોણ વાત સાંભળી સમજશે કંઈ સમજાતું નથી, લોકોને બતાવું છું અરીસામાં ખુદને પણ એમને તો લાલચ લોભ મોહ અભીમાન માં સત્ય દેખાતું નથી, ખાય છે ઠોકરો પર ઠોકર તો પણ આંખો ખુલી ચાલવાનું મન એમનું થતું નથી', શરીર માટે સજી ઘજી કરે છે કાયાનું કલ્યાણ..આત્મા નું કલ્યાણ કોઈ કરતું નથી, કામ ક્રોધ અભીમાન જેવા વીકારો માં તમો પ્રધાન લોકો સતો ગુણ નો મહીમા સમજતા નથી, સમજાવું છું કે આતો એજ વાત થઈ .." સવારે જાગી તૈયાર થઈ બની છની નીકળ્યા સાંજે હતા તેવા ને તેવા ઠેકાણે પાછા...અને આવતી કાલ માટે ફરી એજ તૈયારી...
બસ જન્મ મરણના આજ છે ફેરા...ક્યાં સુધી આમજ ચાલ્યા કરશો....?
બહું સમજાવું છું ખુદને અને તમને સ્થુળ શરીર પાંચ તત્વ ની દેણ કાલે વીહીન થશે પાંચ ભુતોમા ....ફરી શુક્ષ્મ શરીર ને શોધવાનું રહેશે અવતાર ધરવા નવું સ્થુળ શરીર..
ક્યાં સુધી બદલ્યા કરશો આ ભાડાનું મકાન...અને ભટક્યા કરશો ..નહી અંત આવે આ રીતે તો ક્યારેય...જન્મ મરણના ફેરા કેટલાય થયા અને કેટલાય થશે આ રીતે તો અંતે હાથ કશું જ નહીં આવે...
માટે કરીલો પરમાર્થ કામ જે..સદાય આવે સાથ