બધીજ પ્રકારનું જ્ઞાન મળ્યું ઈશ્વરની કૃપાથી...વેદ પુરાણ મહાભારત રામાયણ ,બ્રહમ જ્ઞાન, યોગ વીંધ્યા, આત્મજ્ઞાન કંઈ એવું બાકી નથી ..ઈશ્વર અને ઈશ્વર પ્રાપ્તી શુધીની યાત્રા પણ કરી..ઈશ્વરનો એક નહી ત્રણ વાર સાક્ષાત્કાર થયો .એ જ્ઞાન પણ થયું કે હું કોણ છું ..પણ અંતે નક્કી કર્યું...કે શું લઈ આવ્યા? ખાલી હાથ?? સાથે ઈશ્વરમાં મળવાનું ( મુક્તિ બધાને જોકે નથી મળતી) તે સમયે શું ભગવાન માટે કે ખુદના જન્મના ફેરા દરમ્યાન અર્જીત (પ્રાપ્ત)શું કર્યું ખાલી હાથ શુન્ય હતા શુન્ય થઈ શ્રી હરીમા વીહીન થવાનું??? ભગવાન કહેશે તારાથી કાંઈ ન બન્યું સમય વેડફયો જા શુન્ય બની પડયો રહે ખુણામાં...અરે પાંચ પચ્ચીસ માણસોને મૃક્તીનો માર્ગ બતાવ્યો..અધર્મ થી બચાવ્યા...પાપની સજા ભોગવતા દીન દુખીયા પર દયા ખાઈ પરોપકારના કોઈ કામ કર્યા...??તો કર્યું શું ...અભીમાન, પાપ, પ્રપંચ હીંસા ડગો, લુંટફાટ, ઈર્ષ્યા, કે દુખના દાંડીયા થઈ જીવન બગાડ્યું ભવ બગાડ્યો...?? માટે મારે મુક્તિ પણ નથી જોઈતી જન્મો જન્મ જગ હીતના ફુલ નહીં ફુલની પાંખડી થાય તે કરતા રહેવું છે.. મુક્તિ એ પણ સ્વાર્થ થયો.
ભગવાન પોતે જગ કલ્યાણ માટે કાર્ય કરે છે, તો એના સૈનીક બનવું છે..સેવક બનવું છે.. અને માથું ઉંચું રાખી ખુશ થઈ સેવા કરવી છે..અને સાથે સાથે જીવનની મજા તો કરીજ..
અરે ભગવાન પણ મનુષ્ય જીવનનો આનંદ તેમજ જગ કલ્યાણ બેય કામ મનુષ્ય રૂપે અવતરી (અવતાર) ધારણ કરી કરે છે , પણ એકજ વીનંતી વીકારી ના બનો મોહના બંધનમાં ન બંધાઓ, બધાને સાચી રાહ બતાઓ..અરે કોઈ ગુરૂ બની આપણને જ્ઞાન પાઠ આપી જાય છે, જેને ભુલી નથી સક્તા તેના ઉપકારો તળે બોજ અનુભવીએ છીએ..રાહ બતાવી જાય છે સાચી, અને જીવ જીવને ઝંખે છે, ફરી જન્મ ધરી એની સાથે જીવવાનું મન થાય એવા પરોપકારી બનો, કે લોકોમાં આપણી માંગ બને, સહુથી સારો દાખલો સંતોનો છે..પછી પરોપકારી સંસારી જીવ આત્માનો. ભગવાનને કેવું પડે બેટા તું છે ધરા પર , બધું સંભાળી લઈશ મને વીશ્વાસ છે..