આગની કિરણોને
સૂરજે પાછા વાળ્યા છે

રાત લાંબી થઈ
અને દિવસ હવે નાનો છે

ઝાકળના રસ્તે થઈ
ચાલીને ધીમે ધીમે

બૂંદોથી ભરેલા ધાસ
ઝગમગ ઝગમગ છે.

કેટલી સરસ છે
ઠંડીની સવાર

તડકો લાગે સારો
અને ફૂલોની ક્યારી છે.

બધી ઋતુમાં મને
શરદ લાગે પ્યારી છે.

Gujarati Thought by Kinar Rana : 111759776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now