💫ફરી એકવાર આ નગર મારે મન ખાલી થઈ ગયું.
મોટી થઈ જે ઘરમાં તે ઘર આજે પરાયુ થઈ ગયું.
ઉડતી ઉડતી આવતી પિયર તે સરનામું આજે બીજાનું થઈ ગયું,,
ફરી એકવાર આ નગર મારે મન ખાલી થઈ ગયું...
💫જ્યા અમારી બહેનોનું બાળપણ વીત્યું,,
જ્યા ધણા બધા પ્રસંગોની રાતો વીતી,,
જે ધરથી ધર્મની નદીઓ વહી,,
ભાઈ-બહેનની રક્ષાબંધન અને ઉતરાણ વીતી,,,
કઈકેટલાય શુભાશુભ પ્રસંગોની ભરમાળ વીતી,,,
તે ઘર આજે દિવાલોમાં જ રહી ગયું,
ફરી એકવાર આ નગર મારે મન ખાલી થઈ ગયું...
💫ફરી એકવાર એ ગલીએ જઈશ..
ફરી એકવાર એજ હીંચકો નિહાળીશ...
ફરી એકવાર એજ દાદર ચડીશ...
ફરી એકવાર એજ દરવાજે આવીને ઉભી રહીશ.....🥺🥺🥺
અને પછી તે દરવાજેથી પાછા વળતા મનોમન વિચારીશ,,,
એક સમયે ગુંજતી આ ભીંતો આજે શાંત થઈ ગઈ,,
ફરી એકવાર મારે મન આ નગર ખાલી થઈ ગયું...
💫એજ શહેર ...એજ ગલી ...એજ ઘર ... અને એજ વાતાવરણ ...
પણ ત્યાં થતો આવરો જાવરો સાવ બંઘ થઈ ગયો,,,
ફરી એકવાર મારે મન આ નગર ખાલી થઈ ગયું....🥺🥺🥺
-nirali polara