હું અને મારી આત્મા

એક રાતે નીકળી એકલી ટહેલવા,
દુનિયાથી પર, પોતાને જ મળવા.

સૂના રસ્તાઓ પર ચૂપકીદી હતી,
ભેંકાર અંધકારની આગોશ હતી.

ક્યાંક કૂતરાના રૂદનની કરૂણતા,
ક્યાંક તમરાના ત્રમ ત્રમની રૂક્ષતા.

એકલતાની અટારીએ જઈ ઊભી,
આત્માને આજ ઢંઢોળું છેક સુધી.

આત્માનો અવાજ જો પડ્યો કાને,
કહે, એકલતાનો આ ડર છે શાને?

સૂર્ય ચંદ્ર એક છે, છતાં શાશ્વત છે,
જન્મ મૃત્યુ એક એ જ આશ્વસ્ત છે.

રસ્તા એકલા પર ચાલતો જા એકલો,
અંધારી રાતમાં જીવી જા તું એકલો.

'ઊર્મિ'

Gujarati Poem by Manjula Gajkandh : 111805955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now