હું શબ્દોનો ખીલાડી છું
શબ્દો મારી ખાણ છે,
શબ્દોથી જ મારી ઓળખાણ છે
શબ્દો મારું સરનામું છે,
શબ્દોથી જ મારું નામ છે
શબ્દો મારું ગીત છે,
શબ્દોથી જ મારું સંગીત છે
શબ્દો મારા સપના છે,
શબ્દોથી જ તો જીત છે
શબ્દો મારો શણગાર છે,
શબ્દોમાં જ મારી સાદગી છે
શબ્દો વચ્ચે તરુ છું,
શબ્દોમાં જ ડૂબી જાવ છું
શબ્દોમાં ખોવાઈ જાવ છું,
શબ્દોમાં જ મળી જાવ છું
શબ્દોથી વિખરાઈ જાવ છું,
શબ્દોમાં જ સમેટાઈ જાવ છું,
અંતમાં,
શબ્દોમાં જ મારી લાગણી છે,
શબ્દોમાં મારા વાચકોનો પ્રતિભાવ છે,
હું શબ્દોથી જ બનતો એક લેખક છું
યોગી