માં મારો શું વાંક હતો? કે તે મને આ દુનિયા જોવા ના દીધી.
છાતી સરખી ચાંપીને, જગ જોવા બે બુંદ તારા દૂધના પીવડાવ્યા હોત.
સાત જનમ સુધી નિભાવત એ બુંદની કિંમત હું.
માં તારા જ ઉદરરૂપી ખેતમાં તે બી રોપ્યું,
કુપણ ફૂટે તે પહેલા ઉખાડી નાખ્યું એને?.
ફૂલ બની રંગીલા જગતની રોશની જોવી હતી મારે.
શા માટે તે કાયમી અમાસની રાત્રી આપી મને.
દુનિયામાં આવીને દીકરી, બહેન, પત્નીને અંતે માં બનવું હતું મારે.
ક્યાં અધિકારથી જોડાયા પહેલા કાપી નાખ્યો સંબંધ મારો?
તે જે ભૂલ કરી મારી સાથે મારાં હકથી વંચિત રાખી.
કાશ!.. એ હત્યાચાર તારી સાથે થયો હોત તો....
શું તું આલમમાં કોઈની દીકરી કે પત્ની બની હોત?.
✍️ het bhatt ✍️
-Het Bhatt Mahek