લહેર પડી ગઈ, યાર !

મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય ...

હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
અને થાક
અને તરસ
લાગી શકતાં હોય ...

મહારોગ
કે
દેવું ન હોય ...

મારું પોતાનું એક ઘર હોય અને
એની નીચે મારાં સ્વજનો સાથે
હું મારી દાળ ~ રોટી
ખાઈ શકતો હોઉં ...

ચા ની ચૂસકી લેતાં લેતાં
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી શકતો હોઉં ...

તો ...

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તેં મને ઘણું વધારે આપી દીધું છે !!!!

અને

જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો...

મરતી વખતે હું કહીશ...

લહેર પડી ગઈ, યાર !

✍🏻 ચંદ્રકાંત બક્ષી

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111824803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now