કરજ માથે ઘણું છે તારે,
હવે તે ચુકવણી કરતો જા,

તું આવ્યો ત્યારે શુન્ય હતો,
હવે એ શુન્ય તારી પાછળ છે,

કર્યા ઘણાં ખોટાં કર્મા તે,
હવે તું પવિત્ર બનતો જા,

રેહવું આ ભીડની વચ્ચે તારે,
ક્યારેકતો એકાંતિક બનતો જા,

હવે કરજ મુક્ત થતો જા,
તારી પાછળનુ શુન્ય કાઢતો જા,

સુખ-દુઃખ તો વહેતુ રહેશે,
તું જીવનમાં બસ ચાલતો જા,

કરજ માથે ઘણું છે તારે,
હવે તે ચુકવણી કરતો જા..

મનોજ નાવડીયા

#સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #gujaratipoem #gujaratipoetry #gujaratikavaita #GujaratiSahitya #love #nature #motivational #inspiration #kutch #ranparda #surat #bhavanagar #kavita #gujaratimotivation

Gujarati Poem by મનોજ નાવડીયા : 111830318

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now