વિદાય લીધી ગણપતિ દાદા એ આજે
વિસર્જન થયા ગણપતિ દાદા આજે
દુઃખી થઈ વહે આ નયનો મારા આજે
અને મન પણ ભારી થઈ ગયું મારું આજે
સુનું થઈ ગયું ઘર અને આંગણું પણ મારું આજે
અને શુના થઈ ગયા શેરી અને ચોક પણ મારા આજે
વિદાય વસમી લાગે દાદા ની કેમ કરીને સહાય એ આજે
યાદ આવે દાદા ની અને આ મારું મન પણ દુઃખી થાય આજે
વિદાય ની ક્ષણ નજીક આવે અને આ મન પણ વધુ દુઃખી થાય મારું આજે
છતાં પણ દાદા ની હસ્તી પ્રતિમાને જોઈને દાદા જાણે સદાય સાથે જ છે એવો પણ એક અહેસાસ થાય આજે
ઢોલ નગારા ની સાથે રમતા રમતા દાદાની વિદાય થાય આજે
માંગી માફી ભૂલ ચૂક ની ને દાદા ની વિદાય થાય આજે
સુખી રહીએ સદા પરિવાર અને સર્વે એવા આશીર્વાદ પણ લેવાય આજે
આવતા વર્ષે ફરી થી હર્ષે અને ઉલ્લાસ થી દાદા નું સ્થાપન થાય એજ આશા એ આજે
દાદા નું વિસર્જન પણ કરીએ આજે
ગણપતિ દાદા મોરિયાના એ નાદ સાથે સર્વત્ર ગુંજી જાય આજે
દાદા સર્વે ને સુખી કરે એવા પણ આશીર્વાદ પણ આપતા જાય આજે
હેતલ. જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111831135

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now