દિલમાં કોઈની છબી હતી
સાચું કહું એ દિલને ગમી હતી
નફરતથી એણે ના કહી હતી
એ જ અદા અમને તો ગમી હતી

નફરતની રીત એમની નોખી હતી
ના કેહવામાં પણ ક્યાંક હા હતી
ઈશારો હતો એમની આંખોનો
દોસ્તો તેથી તો દિલને ગમી હતી.

વાત કરું હું તમને તે ગમી હતી
આ વાત મારી પ્રિય પત્નીની હતી
જેના ગુસ્સામાં પણ પ્રેમ હતો
પ્રેમમાં પણ ગુસ્સે થઈ રડી હતી

આવી અનોખી ચાહતની રીત હતી
લડતાઝઘડતા પણ ક્યારેય જુદી ન થતી હતી
મારામાં એ ને એનામાં હું ભળી ગયા એવા
એકમેકના બનાવવામાં ઈશ્વરની કૃપા હતી.

મારા અને એના પ્રેમના પ્રતીક રૂપે
બે ફૂલ જેવી દીકરી ઈશ્વરે આપી હતી
મોટી પંથી ને નાની યાત્રી જેઓ
અમારા પ્રેમની સુંદર નિશાની છે...

Gujarati Poem by SUNIL VADADLIYA : 111842873

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now