બહુ થયો વિકાસ બહુ થયો વિકાસ

ભારતવર્ષનો બહુ થયો વિકાસ

થોડું તો વિચાર થોડું તો વિચાર

ભારતવર્ષનો બહુ થયો વિકાસ

જગતનો તાત છે હજી લાચાર

પાણી, ખાતર ને વીજળી નથી મળતી

હજીય ઉતરે છે ખાળકૂવામાં મળ સાફ કરવા

ને ઝેરી ગેસથી થાય રે મૃત્યુ શ્રમિક હરિજનના

કરો કઈક એવો રે વિકાસ એવો રે વિકાસ

કે ગટરો સાફ કરવા , ખાળકુવા સાફ કરવા

ઉતરવું ન પડે એ પણ છે માનવી આટલું સમજો

ને કરો કઈક એવું કામ તો કેહવાઈ રે વિકાસ

નહિતર વિકાસના નાકે કર્યો છે વિનાશ વિનાશ

ને લાશોના પગથિયાં કર્યા છે ને ચઢ્યો છે તો ના ભૂલ

ચઢે છે તેનાથઈ વધુ તીવ્ર ગતિમાં ગબળે રે

ઝાડુ લઈ ફોટો પડાવવાની મજા લાગે છે તને

તો ઉતરને ગટરમાં લે ગંધ તો ખબર પડે

કે થયા છે હાલ કેવા આ શ્રમિકોના

સમજાય લ્યા બહિષ્કૃત ફૂલની વેદના ....!

Gujarati Poem by SUNIL VADADLIYA : 111843055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now