પ્રેમ ભરી પ્રીત માં મોહ કોને આંજે છે
સમય પસાર થાય છે યાદો ક્યાં ભાગે છે
નિસ્વાર્થ બની પ્રેમ ભાવ માં ભટકતાં , આ જીવન માં
હું ક્યાં એકલી છું , મારી તો તું સંગાથ છે

સવાર થી સાંજ પડતાં સમય હવે ખૂબ ટૂંકો લાગે છે
વહેતાં ઝરણાં ની જેમ હવે
દિવસો ખૂબ હડપ થી ભાગે છે,
આ સમય નાં ચક્ર માં જીવવા
હું ક્યાં એકલી છું , મારી તો તું સંગાથ છે

આધાર બની પ્રણય નો , આ નવું જીવન બન્યું બેશુમાર છે
લાખો લખીરો હાથ ની ,
એમાં રંગ તારો ખીલતો અપાર છે , પ્રેમ ભરી મૌસમ માં
હું ક્યાં એકલી છું , મારી તો તું સંગાથ છે

રોશન બન્યા આ પ્રેમ જગત માં , મારો તો તું પ્રકાશ છે
મન મિલન ની આ ઝંખના નો
બન્યો પ્રતીક રૂપે તું જ નિસ્વાર્થ છે ,
મારા શરીર માં હવે આત્મા બની
તું જ અનંત વિહાર છે , મારા પ્રેમ માર્ગ માં
હું ક્યાં એકલી છું , હવે તો મારી તું જ સંગાથ છે

-Hiral Zala

Gujarati Poem by Hiral Zala : 111854881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now