અઘરું છે કે અંદરથી તૂટી ગયા છો પણ બહાર મજબૂત દેખાવાનું છે


બહુ જ અઘરું છે કે રડવાની ઈચ્છા છે પણ કોઈ એવો સહારો જ નથી મળતો માટે આંસુઓને રોકી રાખવાના છે...

બહુ જ અઘરું છે કે અંદરથી સંઘર્ષ અનુભવીએ છીએ અને બહાર ખુશ ખુશાલ દેખાડવાનું છે....

ખરેખર ખૂબ જ અઘરું છે કોઈને કંઈક કહેવું છે પણ કશું જ કહી શકાતું નથી..

કેટલું અઘરું છે અંદરથી દરિયો હિલોડા લે છે અને બહાર તળાવની જેમ થર (સ્થિર) રહેવાનું છે....

ઓફફ...કેટલું અઘરું છે ,,અઘરું છે કે તમે જેવા છો ને એવા જ રહેવા ઈચ્છો છો પણ આ સમાજ આ સમાજના લોકો તમને પજવીને તમને પરેશાન કરે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આંખ આડા કાન રાખીને બધું જોયા કરવાનું છે પણ કોઈને કશું જ કહેવાનું નથી ખરેખર એટલું અઘરું છે નહીં??

હે દ્વારકાધીશ !
બસ તું સંભાળીને રાખજે મારા જીવનની ડોર..
ખરું કહો ને તો જીવન તો સરળ છે ,,
પણ જીવંત રહેવું જ કેટલું અઘરું છે...
અઘરું છે.... અઘરું છે...
૧૨:૧૨ AM
૨૭/૦૧/૨૩

-Bindu _Anurag

Gujarati Blog by Bindu _Maiyad : 111856617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now