રોમેરોમ મારાં પુલકાવનારો સ્પર્શ તારો.
રખેને વીજ કરન્ટ એકધારો સ્પર્શ તારો.

ઈપ્સિત મળી ગયું એવી લાગણી થતી,
દિલતાર શકે ઝણઝણાવનારો સ્પર્શ તારો.

મિલન ઊભય કરાંગુલિનું અતૂટ દેખાતું,
આપ્તજનને આપે આવકારો સ્પર્શ તારો.

ઘડીમાં શું નું શું થઈ જતું ખબર ન પડતી,
પ્રેમભાવને કેમ કંડારે ચિતારો સ્પર્શ તારો.

નયનથી નયનની તારકમૈત્રી દીધી ભૂલાવી,
ઘવાયેલા ઉરના કરે શણગારો સ્પર્શ તારો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111863155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now