નારી દિનની શુભેચ્છા
પણ પૂરી થાય છે એની ઈચ્છા ?
એક ઘર છોડી બીજું ઘર સાચવે
મારીને જીવે પોતાની મહેચ્છા
નારી દિનની શુભેચ્છા
સવાર બપોર સાંજ રાત
કપડાં ઝાડુ વાસણ આસપાસ
સપનાઓ સાચા કરવાનો પ્રયાસ
વ્હાલા પતિ પરિવાર અને બચ્ચા
નારી દિનની શુભેચ્છા
પ્રાર્થના આજના દિને કરું અંતરથી
ધાર્યું થાય જે ધારે નારી મનથી
ઈશ્વર પૂરી કરે એમની દરેક ઈચ્છા
નારી દિનની શુભેચ્છા
અશોક ઉપાઘ્યાય
08/03/2023
-Ashok Upadhyay