...."હું "

રોજ એકલો જ રહું છું હું;
ખુદને એટલું જ કહું છું હું;

ખુદનો બનું ખુદ જ સહારો,
પર આશામાં ના વહું છું હું;

ભરી મહેફિલે રહ્યો એકલો,
હવે, એકલામાંય બહુ છું હું;

મારા વિના તું હશે તું, દોસ્ત,
પરંતુ, તારા વિના ન હું છું હું;

મંજિલે "વ્યોમ"ની મેળવવા,
પીડા જિંદગીની સહું છું હું;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111954119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now