સહજ સરળ સૌમ્ય જેવી
સૌહાર્દપૂર્ણ સમજાય તેવી
સંસ્કૃતિની ધરોહર સમી
માતૃભાષા અધરોં પર રમી
ટહૂકાઓથી કલરવતી
સ્વાભિમાનથી છલકતી
આતિથ્યની અમીરાતથી
ગરિમાથી સદા નિખરતી
સહુ ગુર્જરોને હૈયે વસતી
ગૌરવવંતી ભાષા ગુજરાતી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111969552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now