ભૂલો ભલે બીજું બધું,
મા બાપને ભૂલશો નહીં
અગણિત છે ઉપકાર એના,
એહ વિસરસો નહીં..

અસહ્ય વેઠી વેદના ત્યારે,
દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં,
પત્થર બની છુંદશો નહીં..

કાઢી મુખેથી કોળિયા,
મોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે,
ઝેર ઊગળશો નહીં..

લાખો લડાવ્યા લાડ તમને,
કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના,
કોડ પૂરવા ભૂલશો નહીં..

લાખો કમાતા હો ભલે,
મા બાપ જેના ના ઠર્યા
એ રાખ નહીં પણ લાખ છે,
એ માનવું ભૂલશો નહીં..

સંતાનથી સેવા ચહો,
તો સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો,
એ ભાવના ભૂલશો નહીં..

ભીને સૂઇ પોતે અને,
સુકે સુવાડયા આપને
એની અમીમય આંખને,
ભૂલીને ભીંજવશો નહીં..

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર,
કંટક કદી બનશો નહીં..

ધન ખરચતાં મળશે બધું,
માતા પિતા મળશે નહીં
એનાં પુનિત ચરણો તણી,
ચાહના ભૂલશો નહીં..
🙏🏻
- Umakant

Gujarati Motivational by Umakant : 111972664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now