✨તું હતો પણ શબ્દોમાં નહોતો…
તું હતો...
હા, તું અહિયાં જ ક્યાંક હતો...
હ્રદયના ખૂણાંમાં, મૂંગી લાગણીઓમાં,
સાંજના સૂર્યછાયાંમાં… પણ શબ્દોમાં નહોતો.
તું હતો નયનની ભીના ખૂણે,
જ્યાં સપનાં હકીકત થવાની રાહ જોતાં હતાં,
તું હતો ગંધમાં યાદોની,
પણ બોલવામાં નહિ… ઉચ્ચારવામાં નહિ…
તું એક એવી હાજરી હતો
જે હાજર રહીને પણ અદૃશ્ય હતી,
જાણે કે તું મારા દરેક શ્વાસમાં રહ્યો…
પણ કોઈએ પૂછ્યું તો કહું શું? “તું ક્યાં છે?”
તું હતો…
પણ શબ્દોમાં નહોતો…
અને કદાચ એ જ સાચો પ્રેમ હતો…
જ્યાં તું રહે, પણ જણાવવાનો પ્રયાસ ન થાય…
કારણ તું “હતું” તો ખરું…
પણ “શબ્દોથી પરે” હતું.
-kanvi💫