તું શક્તિ છે શિવની ,
તું રાધે કૃષ્ણપ્યારી છે.
તું સીતા રામપ્રિયા,
તું લક્ષ્મી વૈભવ દેનારી છે.
તું સરસ્વતી જ્ઞાન ભંડોળ ,
તું દુર્ગા તું કાલી છે.
તું મહિષાસુર મર્દિની જગદંબ,
તું મોહિની અસુર સંહારિણી છે.
તું અબળા નહિ, તું બિચારી નહિ ,
તું આજની ઉત્તમ નારી છે,
તું આજની ઉત્તમ નારી છે .