દોડી રહ્યો છુ પણ જવા ક્યાં માંગી રહ્યો છુ?
કઈ દુનિયા ને શોધી રહ્યો છુ જેથી દરેક રાત વિચારો મા નિકાળી રહ્યો छु?
દિવસે બીજા ને બતાવુ છુ અને રાતે કેમ કંઈક બીજુ બની રહ્યો છુ? શુ જીવી રહ્યો છુ અને શુ જીવા માંગી રહ્યો છુ આ પ્રશ્નો કેમ કરી રહ્યો છુ?
ક્યા જવા માંગુ છુ પોતાના થી દૂર કે મારી શોધ મા ?
કયા અંધારા માથી નીકળી ને કયા અજવાળા મા જવા માંગી રહ્યો छु?
કેમ આટલા સમય પછી પોતાના વિશે વિચારી રહ્યો છુ?
શુ શોધી રહ્યો છુ જેના લીધે આટલું બધું દોડી રહ્યો છુ?
કયા શુધી દોડતો રહીશ આ બધા જવાબ શોધવા કે પછી હજી પ્રશ્નો સારું થયા છે?