Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


ખુબ જ જીવી લીધું મેં મારામાં.
હવે તો જીવવું છે મારે તારામાં.

- Parmar Mayur

🙏🙏અપેક્ષાઓ ખત્મ થયા પછી જ 'શાંતિની' શરૂઆત થાય છે.🦚🦚

- Parmar Mayur

🙏🙏શિક્ષક બાળકોને સરકારી શાળામાં ભણાવી રહ્યા હતા કે અયોધ્યામાં ભવ્ય રામમંદિરની સ્થાપના કરવામાં આવી.

આ જ સમયે શાળાની છત માંથી એક પોપડો ઉખાડીને નીચે પડ્યો.🦚🦚
- Parmar Mayur

Read More

પાપાની પરી ચોરી છુપી થી બોયફ્રેન્ડ સાથે 'સૈયરા' મૂવિ જોવા ગયા.

મૂવિ જોઈને અંતે ખુબ જ રડી.

લાગણીને કંટ્રોલ જ ના કરી શકી.

કોઈએ તે સમયે વિડિયો ઉતારીને ફેસબુક પર અપલોડ કરી દીધી અને લખી દીધું સૈયરા ઈફેક્ટ,,,

ખુબજ વાયરલ થઇ તે વિડિયો,,પછી શું?

ઘરે ગયા પછી પપા મમ્મીએ બીજો ભાગ રીલિઝ કરી દીધો, તેમાં પણ તે ખુબજ રડી રડવાનું ના રોકી શકી.સૈયરા 2....😆😆😆😆

Read More

🙏🙏કોઈએ દગો કરીને મૌન ધારણ કરી લીધું હોય તો હૈયાને દુઃખ થાય તે વ્યાજબી કહેવાય છે.

પરંતુ કોઈએ મજબુરીમાં મૌન ધારણ કરીને કોઈનાં સુખની દુઆઓ કરી હોય તો લાગણી કહેવાય છે.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏કૃષ્ણનો પ્રણય રાધા પ્રત્યે 'હદયથી હૃદયનો' હતો.

રાધાને છોડીને જવાનો નિર્ણય "દિમાગનો"હતો, હૃદયનો કદી ના હતો.

હદયની સ્નેહ તણી 'લાગણીઓથી' જોડાઈ જતી હોય છે વ્યક્તિ,

કિન્તુ ક્યારેક 'કર્મમાં' તેની ભૂમિકા 'પ્રારબ્ધે' એટલી જ નક્કી કરી હોય છે.🦚🦚

🧠World brain day🧠

- Parmar Mayur

Read More

ઘણો બધો ફેરફાર આવ્યો છે
મારા જીવનની રીત માં,
પણ હજુ કોઇ ને ભુલવાની આદત
નથી મારા સ્વભાવ માં...

- Parmar Mayur

🙏🙏જો આપણો ભૂતકાળ "ખંડેર" રહ્યો હશે તો હંમેશા 'વર્તમાન' સારો લાગશે.

જો "ભૂતકાળ મહેલો જેવો સુખદ" રહ્યો હશે તો તેને ફક્ત 'યાદ' કરવામાં સારો લાગશે.

જ્યારે "ભવિષ્ય" આપણા વિચારોની 'કલ્પના' મુજબ બની પણ શકે અને ના પણ બની શકે તેની "સંભાવનાઓ સાથે મનને વ્યસ્ત રાખશે".🦚🦚

- Parmar Mayur

Read More

પથ્થરો પર ચાલવાનો અનુભવ ક્યાં હતો અમને,

બસ ચાલી નીકળ્યા એ ઈરછાએ કે સાથ મળશે તમને.

- Parmar Mayur

🙏🙏એક કુમળું બીજ જોને પથ્થર સમી ધરા ફાડીને અંકુરિત થાય છે.

એ લટકતી 'લતા' જોને વારંવાર તુટી! પણ તુટીને ત્યાંથી પાછી 'જીવંત' થાય છે.

તું માણસ ને પાછું વિચારશીલ મનડું વાળો,બાહુબળ વાળો શીદને હતાશ થાય છે.

ઉઠ! ખંખેરી નાખ બધી પીડા, પછી જો તારા મનથી કેવું કેવું કામ થાય છે.🦚🦚

- Parmar Mayur

Read More