(બે પ્રેમીઓ વચ્ચે ગેરસમજણ ઊભી થવાથી એકનું હૃદય તૂટી ગયું છે, છતાંય તેમનો પ્રેમ જીવંત છે. તેઓ એકબીજાથી દૂર રહીને પીડા અનુભવે છે, પણ તેમ છતાં મનથી અલગ નથી થઈ શકતા તે બંન એકબીજા સામે જોઈ અનેે મનમાં વિચારત હોય છે.)
માદા સારસ:
'તારા દુઃખને હું સમજી શકું છું,
મને ખબર છે કે તારા મનમાં શું ચાલી રહ્યું છે.'
નર સારસ:
'હું તને યાદ કરું છું, મને તારી જરૂર છે...
તારી પાસે રહેવાની, તારી એ મીઠી સુગંધની,
તારા હાસ્યની, તને ભેટીને રોવાની,
પણ તું તે નથી તું કોય ઓર છે.
તું એ નથી જેને હું પ્રેમ કરું છું.'
માદા સારસ:
'મને ખબર છે કે તારું હૃદય મારા કારણે તૂટી ગયું છે,
પરંતુ એક દિવસ તું મને સમજીશ.
હું તને ખૂબ પ્રેમ કરું છું,
જ્યારે તું આ આઘાતમાંથી બહાર આવીશ,
ત્યારે તને મારી લાગણી સમજાશે.'
નર સારસ:
'તું મારાથી ખોટું બોલી એનું દુઃખ નથી,
પણ તારાથી દૂર રહેવાનું દુઃખ અસહ્ય છે.'
માદા સારસ:
'પ્રેમ કરવો સહેલો નથી.
તેમાં ઘણી કસોટીઓ આપવી પડે છે.
આપણે બંને અત્યારે એ જ કસોટીમાંથી પસાર થઈ રહ્યા છીએ,
કારણ કે પ્રેમમાં વિશ્વાસ જરૂરી છે.'
DHAMAk
(હું જે આ લખું છું તે ન સમજાય તો તેમાં મજા ન આવતી હોય તો જણાવજો કારણકે અમે નવું હજી શરૂ કર્યું છે એટલે થોડીક મિસ્ટેક તો થાય જ છે
છતાંય ગમે તો કહેજો તો આગળ લખવાનું જારી રાખીશ)