🙏🙏ક્યારેક જે હોય છે તે ખરેખર હોતું નથી.
બસ દેખાય આવે છે.
ઝાંઝવાનાં જળ સમાન.
કોઈ જાદુગરની જાદુગરી સમાન.
ફક્ત આભાસ! નથી પણ છે તેનો.
જો આ આભાસ છે.
તે સત્ય જો જાણ્યું તો ઘણું છે.
બધું જ આપોઆપ સમજાઈ જશે.
મતિ ભ્રમ ત્વરિત દૂર થશે.
પછી જે સ્નેહની કૂંપળ ફૂટે છે,
તે કૂંપળ નું વિસ્તરણ થાય છે.
તેનું આયખું ટુંકુ નહી!
વૃક્ષ બની વ્યોમમાં ફેલાઇ જાય છે.
ક્યારેક સુરજની ગેરહાજરીમાં "નાના ફાનસ" નો થોડાં ઉજાસ.
પવનની ગતિમાં પણ આગળ 'પગલું મુકવા' માટે માર્ગ દશ્યમાન કરાવે છે.
ત્યારે આ 'નાનો ઉજાસ' સુર્ય સામે કંઈ જ નથી તે ભ્રમણા ભાંગી નાખે છે.
વાસ્તવિકતાનું ભાન સાથે જીવવામાં આવતા જીવનમાં કદાચ ભ્રમણા થઈ શકે પણ ઝાઝો સમય 'ટકી' ના શકે.
આમ પણ "ભ્રમણાઓ" ભાગ્યા પછી ની વાસ્તવિકતા સંતોષકારક હોય છે.
બસ સ્વને જાણીને સત્ય તરફની 'ઉર્ધ્વ ગતિ' અનુભવવા જેવી હોય છે.🦚🦚