*શું આપ વાર્તાકાર છો? વાર્તા લખો છો કે વાર્તાલેખનમાં રુચિ ધરાવો છો?*...
*આપ એક સારી વાર્તા લખવા ઈચ્છો છો પણ, વાર્તા એટલે શું? વાર્તાના મૂળભૂત તત્વો કયા? વાર્તા ક્યાંથી અને કેવી રીતે નીપજે? કે આપણી વાર્તા ક્યાં નબળી પડે છે? વગેરે પ્રશ્નો આપને મૂંઝવી રહ્યા છે?*
કે આપ ઘણી બધી વાર્તા લખી ચુક્યા છો પણ વાર્તાલેખનના તમારા કસબને વધુ નિખારવા માંગો છો?
*શું આપ કોઈ સમર્થ વાર્તાકારની શોધમાં છો જે આપણે આ બાબત માર્ગદર્શન પૂરું પાડી શકે?*
જો આમાંના કોઈપણ પ્રશ્નનો ઉત્તર હા હોય તો સંદીપની સાહિત્ય પર્વ આપના માટે એક યોગ્ય અને ઉત્તમ અવસર લઈને આવી રહ્યું છે - *ડૉ. રાઘવજી માધડ વાર્તાલેખન પરિસંવાદ*, જેમાં વાર્તાલેખન ક્ષેત્રે અનેકવિધ પુરસ્કારોથી સન્માનિત એવા સમર્થ વાર્તાકારો વાર્તાલેખનની કળા અને કસબ વિષે માર્ગદર્શન આપશે.
*સુશ્રી દેવાંગી ભટ્ટ, વાર્તાના મૂળભૂત તત્ત્વો* વિષે ચર્ચા કરશે.
*ડૉ. પ્રશાંત ભીમાણી* માર્ગદર્શન આપશે કે *વાર્તા ક્યાંથી અને કેવી રીતે નિપજે છે*; અને
*શ્રી દીવાન ઠાકોર* સમજાવશે કે *આપણી વાર્તા ક્યાં નબળી પડે છે*.
અગ્રણી સમાચારપત્રો, પ્રતિષ્ઠિત સામાયિકો, અને બહુવિધ સામાજિક માધ્યમો (Social Media) માં જેમની વાર્તાઓ, નવલિકાઓ અને નવલકથાઓ વાંચીને આપણે અભિભૂત થતાં આવ્યા છીએ એમની પાસેથી જ વાર્તાલેખનની કળા અને કસબ શીખવાની આ એક ઉત્તમ તક છે અને સાથે સંદીપની સાહિત્ય પર્વનું આયોજન એટલે સોનામાં સુગંધ. આ તક ચોક્કસ જ ઝડપી લેવા જેવી ખરી….
ડૉ. રાઘવજી માધડ વાર્તાલેખન પરિસંવાદમાં *ભાગ લેવા માટે નોંધણી (Online Registration) કરાવવું ફરજીયાત છે*. નીચે આપેલી લિંક પરથી ગુગલ ફોર્મ અને નિર્ધારિત શિબિર શુલ્ક ફક્ત Online ભરીને જ નોંધણી કરાવી શકાશે. (શુલ્ક કેવી રીતે ભરવું એ વિષે વધુ માહિતી ફોર્મમાં છે)
*ડૉ. રાઘવજી માધડ વાર્તાલેખન પરિસંવાદ*
(સાંદીપનિ સાહિત્ય પર્વ દ્વારા આયોજિત ત્રીજુ જ્ઞાનસત્ર)
🗓️ *૯/૧૧/૨૦૨૫*
🕔 *સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૩૦*
🏠 *સીમા હોલ, સેટેલાઈટ રોડ, અમદાવાદ*
*- સંદીપની સાહિત્ય પર્વ*