હું છું ઓનલાઈન વાળો
Gujarati ફાવે નહીં
આખો દિવસ ઈંગ્લીશ ઈંગ્લીશ
ગુજરાતી બોલતા શરમ આવે.
-------
સોરી બેબી બોલતા બોલતા
ક્યાં કોઈને શરમ આવે
માફ કરજો સમજ્યો નહીં
કહે તો, ફરીથી સમજાવે..
------
બાળકનું રડવાનું
ક્યાં કોઈએ અંગ્રેજીમાં સાંભળ્યું?
મા માં પહેલું બોલે
પપ્પા બોલતા બે વર્ષ નીકળે..
--------
દાદા તો બોલવું સહેલું
ગ્રાન્ડ'પા બહુ વખત પછી આવડે
બારાખડી શીખવે માતા
સમજણ પડે પછી કહે મને ઈંગ્લીશ ફાવે..
------
- Kaushik Dave