સગપણ વિના સંસારમાં ખોવાઈ જવું છે,
લાગણીઓને પણ મારે આવુંજ કહેવું છે.
છે ઘણીય યાદો પણ ફરિયાદો થઈ છે હાવી,
શોધ્યા વીના ભૂલ, માફી માંગી વિદાય થવું છે.
દુનિયાથી નહીં હોં, સંબંધોથી પણ નહિં હોં,
એકલતાના અંધારે બની પડછાયો બનવું છે.
વાદવિવાદ તો ના અટક્યા ના ક્યારેય અટકશે,
શાંત થઈ સમયનાં ગર્કમાં આમ સમાઈ જવું છે.
ધબકાર...