શિવના શરણમાં શાંતિ મળે છે.
સંતાપો સઘળા જીવના ટળે છે.
અંતર આરઝૂથી આરાધતા,
શિવ કૃપાને એ સ્હેજે પામતા.
ઉઠતું અહમ મનનું ઓગળે છે...૧
નાથ દયાનિધિ ભોળા શંકર,
ના રાખે પછી જીવથી અંતર.
ઉરવેદનાને એ સાંભળે છે....૨
આશુતોષ મન ચાહ્યું દેનારા,
ના જગમાં કોઈ આપનારા.
સુકૃત ભવોભવના ફળે છે....૩
ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.