માં અંબાનો પ્રગટયોત્સવ
પોષ મહિનાની પૂનમ પોષી પૂનમ કહેવાય જો!...
માં અંબાના પ્રાગટ્યની કથા છે નિરાળી જો!.......
દંતકથાઓ ને લોકકથાઓ
પરિચય આપે પૌરાણિક ધામનો જો!...
એક કથા દુષ્કાળ પડ્યો ત્યારની જો,
જીવજંતુને પશુ પંખી સૌ ભૂખે ટળવળતા જો!...
કર્યો આર્તનાદને વિનવ્યા સૌએ માતને જો
કૃપા ઉતરી માતનીને સુકીભઠ્ઠ ધરા બની લીલી જો!
ઉતર્યા ફળ ને શાકભાજી અઢળક રે
તે દિ'થી તમે ઓળખાયા શાકંભરી દેવી તરીકે જો!
બીજી કથા દક્ષ પુત્રી સતીની ગવાય જો
પતિના અપમાનથી યજ્ઞ કુંડમાં હોમી જાત જો!
થયો પ્રલયને કર્યું શિવે તાંડવ નૃત્ય જો
શિવને શાંત કરવા વિષ્ણુએ કર્યો
સતીનો દેહ સુદર્શન ચક્રથી વિચ્છેદ જો!...
ઘરેણાને શરીરના અંગ પડ્યા
એકાવન જગ્યાએ જો
પ્રસ્થાપિત થયા એકાવન શક્તિપીઠ ત્યાં જો!....
ત્રીજી કથા નંદ યશોદા (કૃષ્ણ) સંગ જોડાયેલી જો
બાબરીની વિધિ કૃષ્ણની અહીં થઈ જો
જવારા વાવ્યાતા માતાના સ્થાનકે તેમણે જો
આજે પણ ગબ્બર પર જોવા મળે એ જો!....
ચોથી કથા રામ સાથે જોડાયેલી જો
સીતાજી ને શોધતા આવ્યા રામ લક્ષ્મણ અહીં જો
ઋષિ શૃંગીના આશીર્વાદ મેળવી
કર્યા માના દર્શન જો
આશીર્વાદરૂપે માએ આપ્યું અજય બાણ જો
પાંચમી કથા પાંડવો સાથે જોડાયેલી જો
તપ કરવા આરાસુરમાં રોકાયા નો ઉલ્લેખ જો!...
છઠ્ઠી કથા મહિસાસુર સાથે જોડાયેલી જો
મહિસાસુરના વધથી ઓળખાયા
તમે મહિસાસુર મર્દિની તરીકે જો!...
યજ્ઞ પૂજાને પાલખી યાત્રા
આ દિ'ની ખાસ વિશેષતા જો
સુખડી,અન્નકૂટનો ભોગ ધરાય ને
ગબ્બર ગોખે અખંડ ધુન ગવાય જો!..…..
જય હો માત મારી માવડી માઁ
જગત જનની માઁ જગદંબા!
જય અંબે:પુષ્પા.એસ.ઠાકોર
આચાર્ય શ્રી કાટેડિયા ક્ષેત્રવાસ પ્રા.શાળા