હું પણ ખોટો સાબિત થયો છું ઘણી વાર,
ભૂલનો સ્વીકાર કરી સાચો રસ્તો શોધ્યો છે,
અંધકાર ચૌતરફ ફેલાયેલો છે ઘણી વાર,
દીવો પડખે રાખી સાચો ઉજાસ શોધ્યો છે,
અહંકારના ભારથી પડ્યો છું ઘણી વાર,
નમ્રતાના માર્ગે જઈ પોતાને શોધ્યો છે,
શું કહેશે જગ જન એ વિચાર્યું નથી ઘણી વાર,
આત્મસ્વર સાંભળી જીવનનો અર્થ શોધ્યો છે.
મનોજ નાવડીયા