તું મારાં માટે કોઈ વેલેન્ટાઈન નથી
તું તો મારી આખી જિંદગી છે.
શ્વાસ સાથે લેવાતો લયનો સુર છે,
જે જીવવાનું નામ જિંદગી છે.
પ્રેમ કોઈ એક દિવસનો મોહતાજ નથી,
ભવભવથી ચાલી આવેલી એ જ રીત છે.
નામ બદલાયા છે સમય બદલાયો પણ,
તારી ને મારી લાગણી આજે પણ અકબંધ છે.
તું અને હું એકબીજાની સાથે નથી છતાં,
એકબીજાથી દૂર પણ નથી.મૌનમાં પણ
હાજરી તારી છે એવું કોઈ અંતર જ નથી.
તું નજર સામે નથી છતાં,હ્રદયમાં તારો વસવાટ છે.
દૂર હોવાનો ભ્રમ છે માત્ર,અસલમાં તો તું જ સાથ છે.
સમય પૂછે છે પુરાવો પ્રેમનો,અમે શાંતિથી સ્મિત કરીએ .
કારણ કે શબ્દો કરતાં વધુ,અમે એકબીજામાં જીવીએ છીએ.
હોવાં માત્રથી નહીં એકાંતની મોજમાં પણ તું જ શ્વસે છે.