Gujarati Quote in Religious by Vishakha Mothiya

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રામ નવમીની સૌને શુભકામનાઓ 🚩🏹

રામ - આ બે અક્ષરના નામમાં જાણે સમગ્ર જગત સમાઈ ગયું હોય એવું લાગે.

રામ એટલે મર્યાદા અને સંયમનો પર્યાય.
અખૂટ શક્તિ પણ સંયમ ભારોભાર.
મુખ પર છલકાતું મૌન સ્મિત.

આદર્શ રાજાનું ઉત્તમ ઉદાહરણ.
જ્યાં છળ કપટનું નામોનિશાન નહીં.
જેનું યુદ્ધ પણ નિયમોનુસાર આદર્શ હતું.


*"ચૌદ વર્ષ, વન પણ જાણે વૈકુંઠ બની ગયું હતું."*

પ્રકૃતિના દરેક જીવો તેનો પરિવાર બની ગયા હતા.

- વિશાખા મોઠિયા

Gujarati Religious by Vishakha Mothiya : 112020124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now