ગુસ્સો તારો આગ સમો, દિલ તારું વરસાદ,
બહારથી તું કઠોર લાગે, અંદર પ્રેમ અપાર
ચહેરા પર કડકાઈ તારા, શબ્દોમાં તોફાન,
પણ આંખોની અંદર જાણે,લાગણીઓના વહાણ
દુશ્મનો પણ કહે ખાનદાની, છું એવો તું કમાલ
ને મિત્ર પડખે ઉભો રહે તો પથ્થરની દીવાલ,
ખારો સમુદ્ર તું દુનિયા થકી,જ્યાં માયાની જંજાળ
મારો તો તું રત્નાકર: યાર સમૃદ્ધ-ખરો-વિશાળ
છૂટે નહીં સાથ આપણો,જ્યમ તાપ ને પડછાયો
જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ,મારો જીગરી જાયો
-નિર્મિત ઠક્કર