હતી પ્રહલાદ ને ખરાખરીને હરિ આવ્યા.
રૂપ નરસિહનું લીધું હતું ધરીને હરિ આવ્યા.
સમો હતો લાજ ભક્તતણી રાખવાનોને,
ઉગ્ર સ્વરૂપે દીસે ફરીફરીને હરિ આવ્યા.
મકસદ પ્રહલાદને બચાવવાનો જ એકમાત્ર,
હતી ભક્તને વેળા ખરાખરીને હરિ આવ્યા.
હિરણ્યકશિપુને વરદાનનો અહેસાસ થયો,
ના ખામી રહી ગૈ પછી જરીને હરિ આવ્યા.
રક્ષીને નિજભક્તને દૈત્યનો સંહાર કીધોને,
પ્રહલાદનો જયજયકાર કરીને હરિ આવ્યા.
-ચૈતન્ય જોષી ,દિપક પોરબંદર.