મિત્રો,
ફરી હાજર છું, એક નવી નાની રચના સાથે હંમેશા ની જેમ અપેક્ષા છે, તમને પસંદ આવશે. યોગ્ય પ્રતિભાવ આપશો તો આભારી થઇશ.
અસ્તુ........
" તમારી ફરિયાદ "
આમ તો તમારે કંઈ કામ નથી, અમારે આરામ નથી,
સમજો તો વાત જેમતેમ છે, પણ સાવ બેફામ નથી.
આંખોથી ઘાયલ કરવા,આખી દુનિયા કહે છે,
એવું તમારું જ કામ છે, બીજાનું આ કામ નથી.
વિરહમાં નજરો ભટકે સમજાય છે, હોય એવું,
પણ એવું કેવું કે તમારે તો મન ના જ કોઈ ગામ નથી.
આમ ગુસ્સો ન કરો મારા પર, વાત સાચી કરી છે,
આમ, ફરિયાદ તમને કરી છે, વાત ખુલ્લેઆમ નથી.
મદિરા છલકાતી રહે, પ્યાલામાંથી, લોકો બેધ્યાન બને,
જો આ નયન છલકાવે નશો તો, કહે આ જામ નથી.
માન્યું તમે અજાણ હશો, આ હાવભાવ કુદરતી હશે,
પણ લોકો પાગલ થાય તો કહેશો,મતલબ આમ નથી