નવરાત્રી
આવી નવરાત્રીને હૈયા સૌના હરખાય રે
ઘટસ્થાપન ને અખંડ જ્યોત જલાવી
થાય પૂજા અંબે માતની રે.....
નવલા આ નોરતા રમે ભક્તો સૌ ભક્તિમય થાય રે
ભક્તિભાવ પૂર્વક કરે ભક્તો માં તારી આરાધના રે.
કામ,ક્રોધ,લોભ,મોહને અહંકાર જેવા
અસુરોનો કરીએ નાશ રે
થાય આસુરીવૃતિ પર દૈવી શક્તિનો વિજય રે....
નવ સ્વરૂપ માં અંબાના શૈલપુત્રી,
બ્રહ્મચારિણી ને ચંદ્રઘંટા માં કૂષ્ટમાંડા રે
સ્કંદમાતા, કાત્યાયની ને કાલરાત્રી
મમહાગૌરી ને માં સિદ્ધિદાત્રી રે.....
દેજો આશિષ માં ભક્તોને તારા
તારા આશિષથી સૌ પાવન થાય રે
પૂરા કરજો કોડ મનના
રહેજો ભક્તોની સંગાથ રે........
આજથી શરૂ થતી નવરાત્રિની શુભકામના
જય અંબેમાં: પુષ્પા એસ ઠાકોર