સ્કંદમાતા (પાંચમુ નોરતું)
સનાતન ધર્મના સેનાપતિ ને
સૂર્ય સમાન તેજસ્વી રે............
ભગવાન કાર્તિકેય(સ્કંદ) ના માતા જો
જેથી આ સ્વરૂપ "સ્કંદમાતા" થી પૂજાય રે....
ચતુર્ભુજ ને સિંહ પર વિરાજમાન માં આપ જો
ખોળામાં બાળ સ્વરૂપ સ્કંદ બિરાજમાન રે......
હસ્તે ધર્યા કમળ પુષ્પ જો
વાત્સલ્ય ને માતૃત્વનું પરમ પ્રતિક રે......
જ્ઞાન વધે,શાંતિ મળે તુંજ ભક્તિથી જો
હેતવાળી, દયાળી તુજ ચરણોમાં
વંદન સ્કંદમાત રે..............
જય સ્કંદમાતા,જય અંબે માં
પાંચમાં નોરતાની શુભકામના:પુષ્પા એસ ઠાકોર