માં કાત્યાયની ( છઠ્ઠું નોરતું)
મહર્ષિ કાત્યાયનના ઘરે જન્મ્યા પુત્રીરૂપે
કહેવાયા તેથી "કાત્યાયની" માત રે........
વધ કરી મહિષાસુરનો આપે
મુક્ત કર્યા સૌને તેના ત્રાસથી રે...........
ચારભૂજા ધારી માં સિંહ પર સવારી તારી
શક્તિશાળી,તેજસ્વીને ઓજસ્વી સ્વરૂપ તારું રે...
તારી આરાધનાથી ધર્મ,અર્થ,કામ ને મોક્ષની
થાય પ્રાપ્તિ રે......................
ભક્તો સૌ ભાવથી કરે તારી આરાધના માં
દુખડા હરી સુખ સમૃધ્ધિ આપે તું ભક્તોને રે....
જય માં કાત્યાયની, જય અંબે માં
છઠ્ઠા નોરતાની હાર્દિક શુભકામના
પુષ્પા એસ ઠાકોર