ખાટુશ્યામજી નો ઉત્સવ અને ભજનસંઘ્યા અમારા પ્રેસ્ટિજ ટાવર, વર્તુર , બેંગલોર ખાતે.
ખાટુશ્યામ નું એક નામ બર્બરીક હતું. એ ભીમ નો પૌત્ર હતો.
એ હારી ગયેલાનો ઈશ્વર કહેવાય છે. "શીટ, કામથી ગયા" કે "એ.. હાથથી બાજી ગઈ" થાય ત્યારે એ ગમે ત્યાંથી બાજી સંભાળી લે છે એમ કહેવાય છે.
મહાભારતનું યુદ્ધ પૂરું થતું ન હતું કારણ કે ખાટુશ્યામ કે બર્બરીક હારી રહેલા ના પક્ષે આપોઆપ જાય. ત્યારે શ્રીકૃષ્ણના કહેવાથી તેણે પોતાના શિર નો ભોગ આપી દીધેલો અને પછી યુદ્ધ પૂરું થયેલું. એમ પણ કહેવાય છે કે શ્રીકૃષ્ણ પછી એ નેક્સ્ટ કૃષ્ણ કે વિષ્ણુસ્વરૂપ છે.
રાજસ્થાન સીકર પાસે એનું મોટું યાત્રાધામ છે. હું ગુડગાંવ સનસેટ પોઇન્ટ પર ટેકરી પર તેના મંદિરે ગયેલ.
આ વસાહત મુખ્યત્વે અમારા "નોર્ધી" લોકોની છે😃 એટલે અહીં આવા ઉત્સવો થયા કરે છે.
લોકો બેસતાં વર્ષની જેમ ઉત્તમ વસ્ત્રોમાં તૈયાર થઈને આવેલ. ભજનો સાથે એક સરખાં વસ્ત્રોમાં યુવતીઓ ડાન્સ પણ કરતી હતી. ભજન ની ચિયર ગર્લ્સ!
પ્રસાદમાં કેળું, બુંદી લાડુ આપ્યાં પણ પછી મહાપ્રસાદ જમવાનું હતું જે મેં 450 કે 500 ની સંખ્યા જોઈ માંડી વાળેલ. શિવાનંદ આશ્રમમાં એક પ્રોગ્રામમાં યાદ રહી જાય એવો અનુભવ થયેલો એટલે. સાંજે 6 વાગે શરૂ થયું એનો પોણા નવે અંત દેખાતો ન હતો .
કરો દર્શન ને કોઈ કામ બગડ્યું હોય તો પ્રાર્થના કરી જુઓ.
Barbarika was a powerful warrior who vowed to support the losing side in any battle to maintain balance. He was later asked to sacrifice his head, which he willingly did, contributing to the Pandavas' victory in the war.