મે મુશાયરો માંડ્યો હતો,
એની યાદોને તાજી કરવા.
છલકી ગઈ આંખ થોડી,
મન થોડું હળવું કરવા.
કહ્યું હતું ચાંદની છે.
શીતળતાથી તો ભરપૂર જ.
અગ્નિ જેમ સળગાવી ગઈ
મને યાદ એની ખૂબજ.
સ્પર્શ પર્ણ પરપોટા પર
કાનાતૂર કોકિલ કંઠ કેરો.
સુભગ શેનું મળે એમ!
આતો આશાથી હર્ષ ઉમેરો.
મે મુશાયરો માંડ્યો હતો
એની યાદોને તાજી કરવા.
તૃણમૂલ થઈ ગઈ કવિતા
મૂલ એના અક્ષરોએ મૂકવા.