Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલમથી ના કંડારી શકાય ત્યાગ પિતાનો.
પિતા થયે પિતા સમજાય ત્યાગ પિતાનો.

સ્વમાન નેવે મૂકીને પણ પૈસા કમાય પોતે,
ભરણપોષણ કુટુંબનું થાય ત્યાગ પિતાનો.

ટાઢું ટિફિન જે જમી ગરમ સૌને ખવડાવે,
ટાઢ, તડકા, વર્ષા ભૂલી જાય ત્યાગ પિતાનો.

દીકરીના જન્મથી એકઠા કરે પૈસા કમાઈને,
પોતાના મોજશોખ વિસરાય, ત્યાગ પિતાનો.

નોકરીમાં અપમાન સહીનેય નમતું જે જોખે,
કમાવામાં તબિયત ના દેખાય, ત્યાગ પિતાનો.

જરુરિયાતો કુટુંબની પૂરવા જે સદૈવ તત્પર,
નિજની જરૂરતને અવગણાય, ત્યાગ પિતાનો.

નાળિયેર સમું પાત્ર કઠોર બહારને નરમ અંદર,
પિતૃફરજ થકી જે ઓળખાય, ત્યાગ પિતાનો.

ન લખી શકે કવિવરો કુરબાની પિતાની કેટલી!
લખતાં કલમ પણ ધ્રૂજી જાય, ત્યાગ પિતાનો.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111982940
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now