રાત્રિનો રંગ
લાગે સહુને કાળો
પણ અલગ
નાનું બાળક
ગભરાય રાત્રિથી
શોધે માતાને
મોટું જો થાય
એ માણવા નીકળે
રાત્રિની મજા
પ્રેમે રંગાય
એને લાગે પ્રેમાળ
આ કાળી રાત્રિ
વિરહ વેઠે
એને લાગે છે લાંબી
દરેક રાત્રિ
પ્રીતમ વિના
સૌ માટે છે બેરંગ
રાત્રિના રંગ
હું લખું તને
છુપાઇને રાત્રિમાં
કલમ સંગ