અગનપંખી (ઢમક)
મને પૂછું છું,
મરવાનું છે એકલા,
તો પછી કો'કની માટે શું કામ તરસું?
આ તો બસ બે ઘડીની મોહમાયા છે,
કેમ એમાં ફસાઈને મરું?
કર ને મજા! ઓહો આહાહાહા!...
સંબંધો છે કાચા દોરા જેવા,
એકલા જ આપણે નિભાવવાના છે,
તો પછી શું કામ એમાં માથાકૂટ કરું?
બંધનોની આ જાળમાંથી,
શું કામ હું છૂટો ન પડું?
કર ને મજા! ઓહો આહાહાહા!....
આ જિંદગીની ભાગાદોડીમાં,
આપણે જ આપણા ભેરુ,
આપણે જ આપણા સહારા.
મેલી દે બધી ચિંતા,
જીવી લે આ પળને ખુમારીથી.
કારણ કે આ જ છે જીવનનું સાચું ગીત,
બસ, કર ને મજા! ઓહો આહાહાહા!...
writer d h a m a k
(આશા છે કે તમને મારી કવિતા ગમશે થોડી લાંબી છે
પણ એટલી લખવી જરૂરી હતી)